રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રોટોકોલ તોડી અનુસૂચિત જાતિ પરિવારના ઘરે ભોજન લીધું
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં, તેમણે વહીવટી પ્રોટોકોલ અને શિષ્ટાચારને બાજુ પર મૂકીને લતીપરના એક અનુસૂચિત જાતિ પરિવારના આંગણે પહોંચીને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો.

પ્રોટોકોલથી પર જઈને આત્મીય મુલાકાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લતીપર ગામના રહીશ શ્રી સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પધાર્યા હતા. ઉચ્ચ હોદ્દાની ગરિમાને બાજુ પર રાખીને, તેઓ પરિવારના એક વડીલ સભ્યની જેમ ઘરના આંગણે જમીન પર પલાંઠી વાળીને બેઠા હતા. આ દરમિયાન તેમણે પરિવાર સાથે અત્યંત સહજતાથી સંવાદ સાધ્યો હતો અને તેમના સુખ-દુઃખના ખબર-અંતર પૂછીને આત્મીય સંબંધોની સુવાસ ફેલાવી હતી.
પરિવાર માટે અવિસ્મરણીય ક્ષણ રાજ્યપાલશ્રીના આ સરળ અને સાદગીપૂર્ણ અભિગમથી પરિવારના સભ્યો તથા ગ્રામજનો ગદગદ થઈ ગયા હતા. શ્રી સુરેશભાઈ વાઘેલાએ જણાવ્યું કે, "અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા ઘરે પધારશે." તેમણે ઉમેર્યું હતું કે રાજ્યપાલશ્રીએ અત્યંત વહાલ અને પ્રેમથી ગલકા અને દાળનું શાક, રોટલી તથા ખીચડી જેવું સાદું ભોજન ગ્રહણ કર્યું હતું.
આ મુલાકાત માત્ર એક બંધારણીય હોદ્દા પર રહેલી વ્યક્તિની મુલાકાત ન રહેતા, સામાજિક એકતા અને સમાનતાના સંદેશાનું એક ભવ્ય દ્રષ્ટાંત બની રહી હતી. રાજ્યપાલની આ સહજતા અને સરળતા જોઈ લતીપરના ગ્રામજનો અભિભૂત થયા હતા અને આ ક્ષણ તેમના માટે આજીવન યાદગાર બની ગઈ છે.