Skip to main content
Settings Settings for Dark

કમલમ ખાતે ભાજપની બેઠક તો કોંગ્રેસ કારોબારીની બેઠક પણ યોજાઈ 

Live TV

X
  • આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને પ્રદેશ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં ખાલી પડનાર વિધાનસભાની બેઠકો અને રાજ્યસભાની ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓના મુદે રણનીતિ તૈયાર કરવા માટે બેઠકનું આયોજન કરાયું છે. 

    આ ઉપરાંત પક્ષ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોને આખરી ઓપ આપવા માટે ચર્ચાઓ હાથ ધરાઇ હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહિતના નેતાઓ ઉપસ્થિત રહયા હતા. 

    લોકસભાની ચૂંટણી બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં મળેલ હાર સહિત અનેક મુદ્દાઓ ઉપર વિચાર - વિમર્શ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિશે પત્રકારોને માહિતી આપી હતી. તો બીજી તરફ ભાજપે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply