ડાંગઃ સોલાર યોજનાથી ખેડૂતોના ઘરમાં લાઈટ તો સોલાર પંપથી બદલાઈ સ્થિતિ
Live TV
-
ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર ધરાવે છે. અહીં વસતા આદિવાસીઓ મોટા ભાગે ચોમાસા દરમિયાન પોતાના ખેતરમાં ઘર બનાવીને રહે છે. હાલ ચોમાસુ નજીક આવતા ખેડૂતોએ આદર ની તૈયારી કરવા ખેતરની વાટ પકડી છે ત્યારે ખેતરમાં બનાવેલા ઘરમાં સોલાર લાઈટ તેમના માટે આશીર્વાદ રૂપ નીવડી છે.
એક સમય એવો હતો જ્યારે ખેતરના ઘરમા દીવાના પ્રકાશમાં રહેવું પડતું હતું. જંગલમાં સાપ, વીંછી તેમજ ઝેરી સરિસૃપનો ડર રહેતો. પરંતુ, હાલ પરિસ્થિતિ બદલાઈ છે. સરકારની સોલાર યોજનામાં ડાંગના 2217 ખેડૂતોને મફતમાં સોલર લાઈટ ખેતરના ઘરમાં આપવામા આવી છે. જ્યારે 39 ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ આપવામા આવ્યા છે. જેનો ઉપયોગ ખેડૂતો કરે છે.
