ગુજરાતમાં ગ્રીન કવર વધારવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વન વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનું ગ્રીન કવર વધારવા રાજ્ય સરકાર કટીબદ્ધ થઈ હતી. આ માટે રાજ્ય સરકારે 10 કરોડ રોપાઓનું વિતરણ અને વાવેતર ગ્રામ્ય સ્તરે, તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવા વન વિભાગને માઇક્રોપ્લાનીંગ કરવાનું સુચન કર્યું હતું. અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વર ખાતે ૮.પપ હેકટરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન નિર્માણ પામશે. જેમાં પ્રકૃતિ પ્રેમીઓને ફૂલ-છોડ ઝાડના વાવેતર અને તેના જતન અંગેની કાળજી કેવી રીતે રાખવી તેની માહિતી આપવામાં આવશે. ૭૦માં વન મહોત્સવમાં, આ વર્ષે ૩૩ જિલ્લા મથકો, ૮ મહાનગરો સાથે રપ૦ તાલુકા મથકો સહિત પ૦ર૦ ગામોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
