કમલેશ તિવારી મર્ડર કેસઃ ATSએ બે શકમંદ હત્યારાઓની ધરપકડ
Live TV
-
હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના આરોપી હત્યારાઓ અશફાક અને મોઈનુદ્દીનની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે.
કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ બન્ને શકમંદ હત્યારાઓ અશફાક અને મોઈનુદ્દીનને રાજસ્થાન ગુજરાત બોર્ડરથી ધરપકડ કરી હતી.
કમલેશ તિવારી હત્યાકાંડની તપાસમાં લાગેલી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી હતી. હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના આરોપી હત્યારાઓ અશફાક અને મોઈનુદ્દીનની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે બન્ને આરોપીઓને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી પાસેથી ધરપકડ કરવામાં આવી છે અને ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી બન્નેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવશે.
યુપીના ડીજીપીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીને સફળતા મળી છે. તેમણે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને આરોપીઓને સજા અપાવવાની કોશિશ કરીશું.
