જંગલ સફારી પૂર્ણતાના આરે
Live TV
-
6 મહિનાના ટૂંકા ગાળામાં તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં જ સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગિરી કંદરાઓ જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે..
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં વધુ આકર્ષણનું કેન્દ્ર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તાર માં જ એક જંગલ સફરીપાર્ક બને તેવો વિચાર રજુ કર્યો હતો અને આ વિચારને માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તંત્ર સાકાર કરવા જઈ રહી છે નર્મદા જિલ્લામાં જ સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે સાતપુડાની ગિરી કંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટર અને તેનાથી પણ વધુ ટેકરી વાળા વિસ્તારમાં 186 પ્રજાતિના 1500 થી વધુ પ્રાણીઓ અને દેશ વિદેશના પક્ષીઓ માટે નું એક જંગલ સફારી પૂર્ણતાની આરે છે. જ્યાં સમગ્ર ભારતમાંના હોય તેવા કેટલાય પ્રાણીઓ હશે. ખાસ કરીને ઑસ્ટ્રેલિઆમાં જોવા મળતાં આલ્પા અને વોલબી એટલેકે નાના કાંગારું અહીંનું આકર્ષણ બની રહેશે. અહીં જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓના નિવાસના અલગ અલગ નામ આપવાનુ સૂચન પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે
