Skip to main content
Settings Settings for Dark

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી શરૂ

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી શરૂ છે..ચૂંટણીપંચ દ્વારા મતગણતરી માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કાઉન્ટિંગ સેન્ટર તથા સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.. બનાસકાંઠાના થરાદ બેઠક માટે ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, પાટણના રાધનપુર બેઠક માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મહેસાણાના ખેરાલુ બેઠક માટે મરચન્ટ એન્જીનિયરિંગ કોલેજ, અરવલ્લીના બાયડ બેઠકના ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, અમદાવાદના અમરાઇવાડી બેઠક માટે કે. કા. શાસ્ત્રી કોલેજ, મહિસાગરના લુણાવાડા બેઠક માટે પી.એન. પંડ્યા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં મતગણતરી હાથ ધરાઈ છે...ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરીનો આખરી રાઉન્ડ પૂર્ણ થયા બાદ વિધાનસભા મતવિભાગ દીઠ પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ફરજિયાતપણે ગણતરી કરાશે. વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં મતગણતરી માટે કુલ 613 અધિકારીઓની કાઉન્ટિંગ સ્ટાફ તરીકે નિમણૂંક કરાઈ છે. જેમાં દરેક વિધાનસભા દીઠ 25 કાઉન્ટીગ સુપર વાઇઝર, 25 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 25 માઇક્રો ઓબર્ઝવર તથા 25 વર્ગ 4નો સ્ટાફ ફરજ બજાવશે. સલામતી વ્યવસ્થા માટે મતગણતરી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવમાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply