Skip to main content
Settings Settings for Dark

કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં પેઠી ચિંતા

Live TV

X
  • ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકોને નુકસાન.પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જતાં બગડી ગયો

    રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી આવેલા ,વાતાવરણના પલટાને કારણે ,ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહિસાગર જિલ્લામાં ,મંગળવારે જિલ્લાના વાતાવરણમાં ,અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક ગામોમાં ,એકાએક વરસાદ આવતા ,ખેડૂતોના ઉભા પાકને ,નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી પશુઓના ઘાસચારાને ,તેમજ ડાંગર, કપાસ, બાજરી, મગફળી સહિતના ઉભા પાકોને ,નુકસાન પહોંચ્યુ છે. વરસાદ અને ભારે પવનને કારણે ,ડાંગરના પાકને ,નુકસાન થયું હતું. જેનાથી ખેડૂતોને ,ઘણુ નુકસાન પહોંચ્યુ છે.

    કચ્છ જિલ્લામાં પડેલા ,કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને તલના પાકને ,નુકસાન પહોંચ્યુ છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા ,વધી છે. તો ખેતરોમાં ,કામ કરતા મજૂરોની પણ ,કફોડી સ્થિતિ સર્જાઈ છે. બે ત્રણ દિવસથી પડી રહેલા ,કમોસમી વરસાદે, ખેડૂતોની સમગ્ર મહેનત પર ,પાણી ફેરવી દીધુ છે. જિલ્લામાં ,લાખો હેક્ટરમાં ,બાગાયતી પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ. જેમા અતિવૃષ્ટિને કારણે ,ખેડૂતોને ભારે નુકસાન વેઠવુ પડ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply