વલસાડ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની
Live TV
-
65 કલાકની ભારે મહેનત બાદ રંગોળી તૈયાર થઈ
વલસાડ શહેરમાં રહેતા અને છેલ્લા 38 વર્ષથી વધુ સમયથી રંગોળી બનાવતા કારીગરે આ વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરી છે. શહેરના હનુમાન ભાગડા વિસ્તારમાં રહેતા , અંનત વાઘવનકાર વર્ષોથી અનોખી રંગોળી બનાવે છે. ત્યારે આ વર્ષે તેમણે સાબુદાણામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી છે. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. 7 બાય 5 ફૂટની નરેન્દ્ર મોદીની રંગોળીમાં 7 કિલો સાબુદાણા, 4 કિલો કલર, 2 કિલો ટેલકમ પાઉડર ભેળવીને 65 કલાકની ભારે મહેનત બાદ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. રંગોળી બનાવવામાં 4,000થી વધુનો ખર્ચ થયો હતો. મહત્વનું છે કે, દરવર્ષે વલસાડના લોકો માટે અનંતભાઈ દ્વારા બનાવેલી નવી કલાત્મક રંગોળીઓ લોકો માટે ખુલ્લી મુકવામાં આવે છે.
