Skip to main content
Settings Settings for Dark

કાંકરીયા કાર્નિવલનો આજથી પ્રારંભ, 31 ડીસેમ્બર સુધી ચાલશે આ મહોત્સવ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે પ્રારંભ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા કાંકરીયા તળાવનો સંપૂર્ણ વિકાસ કરી તેને આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર બનાવવાની નેમ સાથે ઉજવાતો ઉત્સવ 'કાંકરીયા કાર્નિવલ આજે ' બારમા વર્ષમાં પ્રવેશ કરશે. 25 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધી ચાલનારા આ ઉત્સવમાં આ વર્ષે શહેરીજનો માટે નવું નજરાણુ જોવા મળશે. પત્રકારો સાથેની વાતચીતમાં મેયર બીજલબેન પટેલ અને મ્યુ.કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. 

    સાથે સાથે શહેરીજનોની સુખાકારી વધારવા મુખ્યમંત્રી દ્વારા અંદાજીત 1 હજાર 50 કરોડના કામોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન પણ કરવામાં આવશે. તેમજ જાહેર પરીવહન ક્ષેત્રના ઇ બસોનું ચાર્જીંગ સ્ટેશન તથા ઇ-સ્કુટર સુવિધાની જાહેરાત કરવામાં આવશે. કાંકરીયા લેક ફ્રન્ટની સુંદરતામાં વધારો કરવાના ભાગરૂપે લેક ફ્રન્ટ ખાતે વિવિધ પ્રકારની કાયમી ધોરણે ડેકોરટીવ લાઇટીંગનો શુભારંભ કરવામાં આવશે. આ તમામ લાઇટસને મ્યુઝિક સાથે સમન્વય સાધી તેને શહેરીજનો માણી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply