બનાસકાંઠાના કેટલાક ગામોમાં રણ તીડનો આતંક યથાવત
Live TV
-
કૃષિ વિભાગ કામે લાગ્યું
બનાસકાંઠા ના કેટલાક ગામો માં રણ તીડ જોવા મળી રહ્યા છે. તેને દૂર કરવા માટે કૃષિ વિભાગ દ્વારા થાળીઓ વગાડી, ઢોલ નગારા વગાડીને તીડને સરકારી ખરાબામાં ખસેડવામાં આવી રહયા છે. આ કામગીરીમાં શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપોને કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે પત્ર વ્યવહારમાં પણ ક્યાંય આ બાબતનો ઉલ્લેખ નથી. તીડ આવે તો હટાવવા શુ કરવું તે મુદ્દે જાગૃતિ લાવવા સરકારે બનાસકાંઠાના ખેડૂતોને અને ગ્રામપંચાયતોને પણ વિનંતી કરી છે. આ કાર્યમાં વિદ્યાર્થીઓના ઉપયોગની વાતમાં કશું તથ્ય નથી
