Skip to main content
Settings Settings for Dark

ACB જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જ 18 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Live TV

X
  • જૂનાગઢ મનપાના કથિત ગૌશાળા કૌભાંડ કેસને રફેદફે કરવા માટે માંગી હતી લાંચ

    લાંચના છટકામાં અનેકને ઝડપી લેનાર ખુદ , લાંચ લેવાના છટકામાં ઝડપાઈ ગયા છે. જૂનાગઢ ACBના PI , ડી ડી ચાવડા , 18 લાખ જેટલી માતબર રકમ લાંચ તરીકે સ્વીકારતા ,, અમદાવાદ ACBના છટકામાં રંગે હાથે ઝડપાયા છે. જૂનાગઢ મહાનગર પાલિકાના કથિત ગૌશાળા કૌભાંડના પ્રકરણમાં , આખો મામલો રફદફે કરવા માટે , ડી ડી ચાવડાએ , મોટી રકમની લાંચ માગી હતી. વર્ષ 2018 માં જૂનાગઢ મહાનગર પાલિકાના કથિત ગૌશાળા કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસ , જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ , ડી.ડી.ચાવડાને સોંપાઈ હતી. 

    આ તપાસ ના અહેવાલમાં , જવાબદારોને બચાવીને નીલ રિપોર્ટ આપવા માટે , ચાવડાએ રૂ. 18 લાખની લાંચની માંગણી કરી હતી. જેના અનુસંધાને , એસીબીના વડા કેશવ કુમારને જાણ કરવામાં આવી હતી , અને અત્યંત ગુપ્ત રાહે , આ મામલે કાર્યવાહી શરૂ કરાઈ હતી. લાંચના આરોપી ડી ડી ચાવડાના જૂનાગઢ ખાતેના નિવાસ સ્થાને , ACBએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તેમના નિવાસ સ્થાનેથી પણ અનેક વાંધાજનક દસ્તાવેજો પ્રાપ્ત થયા હોવાની વિગતો પણ મળી છે. મહત્વનું છે , કે ગુજરાત એસીબીના વડા કેશવ કુમારના માર્ગદર્શન હેઠળ , એસીબી એ પોતાના જ ઈન્સપેકટર સામે લાંચનું છટકું ગોઠવ્યાની , રાજ્યની આ પ્રથમ ઘટના બની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply