બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં 6 આરોપીની ધરપકડ
Live TV
-
અમદાવાદના દાણીલીમડાની સ્કૂલમાંથી પેપર લીક થયાનો તપાસમાં ખુલાસો
રાજ્યમાં બહુચર્ચિત બિન સચિવાલય કર્લાક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાનું પેપર અમદાવાદની દાણી લીમડાની એક સ્કુલમાંથી લીક થયા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગાંધીનગર પોલીસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે સ્કુલમાથી પેપર બહાર આવ્યુ તેના સંચાલક અને સ્કુલ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ પેપર લીકમાં સામેલ હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે , બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાને લઈને વિદ્યાર્થીઓના વિરોધ બાદ રાજ્ય સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. SIT ની તપાસમાં પેપર ફુટ્યુ હોવાનું માલુમ પડ્યું હતું અને ફોરેન્સીક તપાસમાં પણ સામે આવ્યું હતું. જે પેપરના સોશિયલ મીડિયામાં સ્ક્રીન શોટ્સ ફરતા થયા હતા. તે જ પુરાવાના આધારે પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી હતી.
