તીડના પ્રકોપથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું પાક કે ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરીને રાજ્ય સરકાર કરશે મદદ, તીડના ટ્રેકિંગ માટે કરાઈ 27 ટીમોની રચના, લોકસ્ટ કંટ્રોલ ટીમે કર્યો 1815 હેક્ટર જમીનમાં દવાનો છંટકાવ
કમોસમી વરસાદ પછી હવે ખેડૂતોના માથે તીડનું જોખમ તોળાઈ રહ્યું છે. આને અનુલક્ષીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે તીડના આક્રમણથી પાક કે ખેતી સંદર્ભમાં થયેલા નુકસાનનો સર્વે કરીને સંભવ મદદ કરવામાં આવશે. તીડને ટ્રેક કરી શકાય તે માટે હાલ 27 ટીમો બનાવાઈ છે. જેની મદદથી તીડનું લોકેશન મેળવીને ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમને ત્યાં મોકલવામાં આવે છે. એ પછી રાતે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય ત્યાં સવારે 5થી 6 વાગ્યા સુધીમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે. તડકાની શરૂઆત થતાં 10 વાગ્યાની આસપાસ તીડની ઉડવાની શરૂઆત થતી હોય છે. તેથી નિયંત્રણ માટે ચારેક કલાકનો સમય મળી રહે છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના 11 તાલુકાઓના 95 ગામોમાં તીડની હાજરી નોંધાઇ હતી. લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ 1815 હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓનનો 96 ટકાનો છંટકાવ કરીને તેને નિયંત્રિત કરવામાં આવી હતી.
