Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીએ ૬૬મા મુક્તિદિનની ઉજવણી કરી

Live TV

X
  • કાર્યક્રમમાં માજી સાંસદો, જીલ્લાપંચાયત, નગરપાલિકાના પ્રતિનિધિઓ,નગરજનો, અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીએ આજે એનો ૬૬મા મુક્તિદિનની ઉજવણી કરી. ૨ઓગસ્ટ,૧૯૫૪ના રોજ ફિરંગીશાસનની નાગચુડમાંથી આઝાદી મેળવી સ્વતંત્ર થયું હતું. આઝાદ દાદરા નગર હવેલીએ ૧૯૫૪થી ૧૯૬૧ સુધી વરિષ્ઠ પંચાયતના નેજા હેઠળ પ્રદેશનો વહીવટ ચલાવ્યો હતો અને ૧૯૬૧ના વર્ષમાં વિલય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સીધા વહીવટ સાથે સંઘપ્રદેશનો દરરજો પ્રાપ્ત થયો હતો. પ્રદેશની સરકારી શાળાઓમાં ઉત્સાહપૂર્વક કાર્યક્રમો આયોજિત થયા હતા.મુખ્ય કાર્યક્રમ જિલ્લા કલેકટર કાર્યાલય ખાતે પ્રશાસક પ્રફૂલભાઈ પટેલે ધ્વજવંદન કરી પોલીસ પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે સાસંદ મોહન ડેલકરે પ્રાસંગિક પ્રવચનમાં સહુને અભિનંદન સાથે સ્વતંત્રતાસેનાનીઓને શ્રદ્ધાંજલી આપી હતી. પ્રદેશના વિકાસમાં જનભાગીદારી પર ભાર મૂકી પોતાના સહકારની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે પ્રશાસક પ્રફૂલભાઈ પટેલે પ્રદેશની વિકાસગાથા વર્ણવી હતી. આ પ્રસંગે બાલભવન ના બાળકો દ્વારા દેશ ભક્તિ ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માજી સાંસદો, જીલાપંચાયત, નગરપાલિકા ના પ્રતિનિધિઓ,નગરજનો, અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply