કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ડીસાના ઢુવાથી સામઢી સુધી આતંરરાષ્ટ્રીય પદયાત્રા યોજી
Live TV
-
વિશ્વ કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય સદભાવના ઉદેશથી તેમજ દેશમાં ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવાથી સામઢી - નાઢાણીવાસ સુધી આંતરરાષ્ટ્રીય પદયાત્રા યોજાઈ હતી.
વિશ્વ કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય સદભાવના ઉદેશથી તેમજ દેશમાં ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવાથી સામઢી - નાઢાણીવાસ સુધી આંતરરાષ્ટ્રીય પદયાત્રા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. મનસુખ માંડવીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિશ્વ કલ્યાણના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં આ આંતરરાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીજીના વિચારો અને મૂલ્યો થકી વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઈ રહેલ આ પદયાત્રામાં લોકો ઉત્સાહપૂર્વક સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પદયાત્રામાં દેશ વિદેશના પદયાત્રિઓ પણ જોડાઈ રહ્યા છે.
