ભારે વરસાદની આગાહીને લઇને વલસાડમાં NDRFની ટીમ તૈનાત
Live TV
-
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને વહીવટી તંત્રે ગંભીરતાથી લેતા NDRF ની ટીમ વલસાડ આવી પહોંચી હતી. NDRF ની ટીમના સભ્યોને જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોથી વાકેફ કર્યા હતા, અને ટીમને વિવિધ લોકેશન પર તૈનાત કરી દેવામાં આવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને વહીવટી તંત્રે ગંભીરતાથી લેતા NDRF ની ટીમ વલસાડ આવી પહોંચી હતી. NDRF ની ટીમના સભ્યોને જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોથી વાકેફ કર્યા હતા, અને ટીમને વિવિધ લોકેશન પર તૈનાત કરી દેવામાં આવી હતી. આ સાથે વલસાડની ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરના કાશ્મીરનગર, છીપવાડ તેમજ કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાના પગલે NDRF ટીમને સતર્ક પણ કરી દેવાઈ છે.આ ઉપરાંત પારડી, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના મામલતદારો અને સરપંચોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા સૂચના અપાઇ હતી.
