કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ વિજાપુર ખાતે ચૂંટણી રેલીનું સંબોધન કર્યુ
Live TV
-
કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પાટીદારોના ગઢ મનાતા મહેસાણા જિલ્લાની વિસનગર અને વિજાપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધી હતી. કેન્દ્રમાં પાંચ વર્ષ શાસન સંભાળી ચૂકેલી ભાજપ સરકારના પ્રજા લક્ષી કાર્યો ની સમજ આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ફરી એક વાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી.
ભાજપે લોકસભા માટે નવા જ ચહેરા શારદા બેન પટેલ અને ઉંઝા વિધાન સભાની પેટા ચૂંટણી માટે આશા પટેલને ટિકિટ આપી છે. વિસ્તારના ભાજપ આગેવાનો પણ આ રેલીમાં હાજર રહ્યા હતા.
