જૂનાગઢના વંથલીમાં રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધશે
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તર પ્રદેશના બદાયુમાં પણ જાહેરસભાને સંબોધશે
રાહુલ ગાંધી આજે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે યુપીના બદાયુમાં જાહેરસભા સંબોધશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડ અને કોજીકોટ અને પલક્કડમાં જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ તેરુવલ્લી મંદિર ખાતે પારંપરિક પરિધાન પહેરી વિધીવત પૂજા અર્ચના કરી હતી. વાયનાડ ખાતે રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસ પર છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક અને કેરલના વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે. કેરળમાં આગામી 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. રાજ્યમાં 20 લોકસભા બેઠકો છે.
