Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • કલોલ-મહેસાણા હાઇવે પર બનાવેલા નવા ઓવર બ્રિજનું લોકાર્પણ

    બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર, ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજીત વિવિધ પ્રકારના લોકાર્પણ, ખાતમુહર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓને સહાય વિતરણ કરી હતી. ગૃહમંત્રીએ પોતાના મત વિસ્તારને કેરોસીન મુક્ત બનાવવા માટે મહિલાઓને ગેસ કીટ વિતરણ કર્યું હતું. તેમજ વિધવા અને વૃદ્ધા સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો આપ્યા હતા. સાથે જ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુડાસણ ખાતે શેલ્ટર હોમનું ખાતમૂર્હુત કર્યું હતું. ગાંધીનગર સ્માર્ટ સીટી યોજનાના ભાગ રૂપે ઘ રોડ જંક્શન પર અંડરપાસ બનવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમજ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ગૃહમંત્રીએ ઉપસ્થિત તમામ લોકો અને દેશની જનતાને આજથી શરૂ થતા દિવાળીના તહેવારોની શુભકામના પાઠવી હતી.

    તો ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આજે સામાજીક ન્યાય અને અધિકારીતા તેમજ ભારત સરકારની રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના તેમજ અન્ય યોજના હેઠળ વયોવૃદ્ધ અને દિવ્યાંગજનો માટે નિશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહ અને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે 4784 લાભાર્થીઓને લગભગ 5 કરોડ 19 લાખ રૂપિયાના સાધનોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના માર્ગદર્શનથી દિવ્યાંગજનો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 14 લાખથી વધારે લોકોને વિવિધ ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું..

    ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં સર્કીટ હાઉસ ખાતે જિલ્લાની એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત જિલ્લાનાં સંલગ્ન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરનાં રીંગ રોડ નજીક આવેલા રાંચરડા, શિલજ, ઓગણજ વગેરે ગામોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવા બાબતે સંબંધિત અધિકારીઓ જોડે મંત્રીશ્રીએ સવિસ્તાર ચર્ચા કરી હતી. શહેરનાં રીંગરોડ વિસ્તારોમાં આવેલા નગરપાલિકાઓ વિસ્તારમાં થઇ રહેલા ઝડપી વિકાસને લઇને લોકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ વિસ્તારનાં લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઇને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે. તેમજ પાસપોર્ટ સેવાની કરેલી ઝડપી સેવાઓ અંગે પણ મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply