મહાનગરપાલિકા અને પાલિકાની ખાલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર
Live TV
-
7 નગરપાલિકાની ખાલી પડેલી 20 બેઠકો પૈકી 13માં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા
ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગરપાલિકાની પેટા ચૂંટણી 21મી ઓક્ટોબરને ચૂટણી યોજાઇ હતી. જેની મતગણતરી પણ ગઈકાલે યોજાઇ હતી. 17 નગરપાલિકાની ખાલી પડેલી 20 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં 13માં ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા જ્યારે ચાર પર કોંગ્રેસ અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ છે. જ્યારે જૂનાગઢ અને વડોદરા મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકમા ભાજપનો વિજય થયો હતો જ્યારે બેહરામપુરા વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી હતી.ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાએ આ વિજયને વધાવ્યો હતો અને જનતાનો આભાર માન્યો હતો.અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર-7ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેવટે કોંગ્રેસના દિપકભાઈ ઠક્કરનો વિજય થયો હતો.
દિપકભાઈ ઠક્કરનો 21 મતથી વિજય થયો છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં સભ્યનો વિજય થતાં નગરપાલિકામાં કોંગ્રેસની સભ્યસંખ્યા ૨૯ની હતી તે યથાવત રહી છે. તો છોટા ઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એવી છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર ચાર ની પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાની જીત થઇ છે. આ પેટા ચૂંટણીમાં ભાજપનાં ગણપત રાઠવાને 647 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસનાં સંગ્રામ રાઠવાએ 1261 મત મેળવીને 614 મતની લીડ સાથે ભવ્ય જીત હાસલ કરી છે, સંગ્રામ રાઠવા પાલિકાનાં પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
