Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ-કોંગ્રેસને મળી 3-3 બેઠક

Live TV

X
  • બાયડ, રાધનપુર અને થરાદ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો, અમરાઈવાડી લુણાવાડા અને ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

    ગુજરાત વિધાનસભાની છ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં 3 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. બાયડ, રાધનપુર અને થરાદ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે અમરાઈવાડી લુણાવાડા અને ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકની જીત થઈ છે તો થરાદ બેઠક પર કૉંગ્રેસનાગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા છે. ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે. જ્યારે બાયડ બેઠક પર ભાજપના ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતા કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે. રાધનપુર પર કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરની 3814 મતથી હાર થઈ છે. જ્યારે અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલનો વિજય થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply