કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નડિયાદ નજીક માર્ગનું ખાતમુહૂર્ત કર્યું ઓવરબ્રીજનું લોકાર્પણ પણ કર્યું
Live TV
-
કેન્દ્રીય માર્ગ પરિવહન કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ નડિયાદ નજીક ડભાણ ચોકડીથી કોલેજ સુધીના માર્ગના મજબુતીકરણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે અમદાવાદ-મુંબઈ બ્રોડગેજ રેલવે લાઇન પર ઊભા થયેલા ઓવરબ્રીજનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ નરેન્દ્રભાઈ મોદીની સરકારે રસ્તાઓના વિકાસ મોરચે સાધેલી સિધ્ધિની વાત કરી હતી. સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
