છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા વાઘ બચાઓ અભિયાન અંતર્ગત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
Live TV
-
તાજેતરમાં ગુજરાતમાં વાઘની ઉપસ્થિતિ હોવાના સમાચાર મળ્યા હતા. વાઘનું યોગ્ય સંવર્ધન અને સંરક્ષણ કરી શકાય તે માટે વાઘ બચાઓ અભિયાન અંતર્ગત છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા વડોદરા વર્તુળ ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ મેચમાં મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર એમ ચાર જિલ્લાના વન વિભાગના કર્મીઓએ ભાગ લીધો હતો. આ ચારેય જિલ્લાઓના જંગલ વિસ્તાર એકબીજા સાથે જોડાયેલ છે ત્યારે આ જિલ્લાના વન વિભાગના કર્મીઓ એકબીજા સાથે સંકલનમાં રહી વાઘના સંરક્ષણનું કાર્ય વધુ સારી રીતે કરી શકે તે ઉદેશ્યથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
