કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' કાર્યક્રમ યોજાયો
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં મહેસાણાના મોટી દાઉ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાગ લેતા મનસુખ માંડવીયાએ કહ્યું કે, સરકારની તમામ યોજનાનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે આ યાત્રા કાઢવામાં આવી છે. જે અંતર્ગત દરેક ઘરે આયુષ્માન કાર્ડ ઉજવાલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર સહિતની સુવિધા ઉપ્લબ્ધ હોવી જોઈએ. આ કાર્યક્રમ બાદ તેઓએ રવિ કૃષિ મહોત્સવ અંતગર્ત પશુપાલન કેમ્પની મુલાકાત લીધી હતી અને અહી ડ્રોન દ્વારા દવા છંટકાવનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું. સાથે લોકોને ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સહાયના ચેક-સન્માન કેન્દ્રીય મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
