કેન્દ્ર સરકારને અભિનંદન આપતી રેલી ભારત એકતા કૂચ યાત્રાનું આયોજન
Live TV
-
વડોદરામાં ભારત એકતા કૂચને CM વિજય રૂપાણી દ્વારા ફ્લેગ ઓફ
કલમ 370 અને 35એ કલમ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ વડોદરા ખાતે શહેર નાગરિક એકતા સમિતિ દ્વારા ભારત એકતા કૂચ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સહિત વડોદરાના રાજવી, સાંસદ, મેયર, ધારાસભ્યો, જિલ્લા કલેકટર તેમજ વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓએ ફ્લેગ ઓફ આપીને કૂચને પ્રારંભ કરાવ્યો હતો. 370 અને 35એ અંગેના ઐતિહાસિક નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વડોદરાવાસીઓએ અભિનંદન આપ્યા હતા. નોંધનીય છે કે આ રેલીમાં વડોદરામાં વસતા કાશ્મીરનાનાગરિકો, બાળકો, સ્વયંમસેવી સંસ્થાઓ અને વિવિધ ધર્મના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા
