કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-૩ની કામગીરી અંગેની બેઠક યોજાઈ
Live TV
-
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુ બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-૩ની કામગીરી અંગેની બેઠક અમદાવાદમાં રાણીપ ખાતે યોજાઈ હતી. જેમાં મંત્રી ભાનુ બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ -૩ અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઇજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ દેસાઈ, અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
