Skip to main content
Settings Settings for Dark

કેરી રસિકો આનંદોઃ જૂનાગઢના તાલાલાની કેસર કેરીની હરાજી શરૂ

Live TV

X
  • કેરી રસિકો માટે ખુશીનાં સમાચાર છે. કેસર કેરીનાં ગઢ તરીકે ઓળખાતા, તાલાળા મેંગો માર્કેટમાં, કેસર કેરીની હરાજીનો શુભારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે જ 12 હજાર જેટલા કેસર કેરીનાં બોક્સની હરાજી કરવામાં આવી હતી. કાચી કેસર કેરીનાં ૧૦ કિલો એ ૨૦૦ થી ૭૦૦ રૂપિયા ભાવ આકવામાં આવ્યો છે. 

    કેસરની હરાજીનાં પ્રથમ રાઉન્ડમાં, ગાયોનાં ફાળા માટે ૧૦ કિલો કેરીનાં બોક્સની બોલી લગાવાઈ હતી, જેની ૧૧ હજાર રૂપિયા માં સ્થાનીક આગેવાને ખરીદી કરી હતી, જે રૂપિયા ગાયોનાં ફાળામાં આપવામાં આવ્યા હતા. વેપારીના જણાવ્યા પ્રમાણે કેરી આ વર્ષે મધ્યમ પ્રમાણમાં મળશે તેમજ લાંબો સમય સીઝન ચાલશે. 

    ખેડૂતોનું કહેવું છે કે 10 કિલો કેસર કેરીના 400 થી 500 રૂપિયા ભાવ મળવા જોઈએ. હાલ બજારમાં પાકેલી કેસર કેરી 150 રૂપિયે કિલો વેચાય છે તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલના જણાવ્યા મુજબ, આ વર્ષે મોટા પ્રમાણમાં કેરીઓ ઉપલબ્ધ છે તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના ઉત્પાદનમાં આંશિક અસર જોવા મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply