સી.એમ.ડેશ બોર્ડને પ્રથમ વર્ષ પૂર્ણ, સીએમ રૂપાણીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , સી.એમ. ડેશ બોર્ડની સિધ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, ડેટા કલેકશનના વ્યાપમાં , ૧૯૬ સ્થાનેથી વધીને પ૬૩ સ્થાનો, ૧રપ ઓથોરિટીને બદલે , ૧ર૦૦ ઓથોરિટી આવરી લેવાઇ છે.
સરકારી વિભાગોની પ્રજાલક્ષી કાર્યપધ્ધતિ પર , ત્રીજા નેત્ર સમાન સી.એમ. ડેશ બોર્ડની સફળતાનું , પ્રથમ વર્ષ પૂર્ણ થતા , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , સી.એમ. ડેશ બોર્ડની સિધ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, ડેટા કલેકશનના વ્યાપમાં , ૧૯૬ સ્થાનેથી વધીને પ૬૩ સ્થાનો, ૧રપ ઓથોરિટીને બદલે , ૧ર૦૦ ઓથોરિટી આવરી લેવાઇ છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું , કે ૪પ૦ને સ્થાને હવે ૧,૬પ૦ પ્રોજેકટનું મોનિટરીંગ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ , રાજ્ય સરકારના વિભાગો અને જનહિત સેવાઓ સાથે સંકળાયેલા , તમામ વિભાગોના સ્ટ્રોન્ગ ડેટા બેઇઝથી , સરકારી તંત્રની કાર્ય પધ્ધતિનું , એક જ ડેશબોર્ડ- સી.એમ. ડેશ બોર્ડ પરથી , સઘન મોનિટરીંગ કરવાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. સી.એમ. ડેશ બોર્ડની પ્રથમ વર્ષની સફળતામાં સહયોગી , સૌ કમર્યોગીઓને , તેમણે અભિનંદન પાઠવ્યા હતા
