કેવડિયાઃ ઉનાળુ વેકેશન શરૂ થતાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટ્યા
Live TV
-
હાલ શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગઈકાલે વેકેશનના પહેલા રવિવારે જ 20 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યાં હતા અને બધી ટિકિટોનું બુકીંગ ફૂલ થઈ ગયું હતું.
નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકાર પ્રવાસીઓના આકર્ષણ માટે દર વર્ષે નવા પ્રોજેક્ટ મૂકે છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. રવિવારે ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. જોકે પ્રવાસીઓને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શેડ બનાવાયા છે. પીવાના ઠંડા પાણીની તથા અન્ય ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.
