Skip to main content
Settings Settings for Dark

વડનગરઃ શહેરના ઐતિહાસિક વારસાનું પ્રદર્શન કરતી આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું

Live TV

X
  • PM મોદીના માદરે વતન વડનગર ખાતે એક આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આર્ટ ગેલરીમાં લોકોને વડનગરના ઇતિહાસની ઝાંખી કરાવીને વિવિધ સમયકાળની જ્ઞાનસભર માહિતી આપવામાં આવી રહી છે. આ આર્ટ ગેલેરીમાં વડનગરનો સંપૂર્ણ ઇતિહાસ અને વડનગરના વારસાની માહિતી આપવામાં આવે છે. આ આર્ટ ગેલેરીમાં વડનગરના પૌરાણિક નામ અને હાલનું વડનગર નામ કઈ રીતે પડ્યું તેની માહિતી આપવામાં આવી છે. 

    આ આર્ટ ઓફ ગેલેરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વર્ચ્યુઅલ રીતે વડનગરને બતાવવામાં આવે છે. આ આર્ટ ઓફ ગેલેરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણનું રેલવે સ્ટેશન ખાતે ચા વેચતા હોય એવું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે. પ્રખ્યાત કીર્તિતોરણની સાથે સાથે વડનગરમાં આવેલ ઐતિહાસિક સ્થળ ઉપરાત બૌદ્ધ વિરાસતને પણ બતાડવામાં આવી છે. વડનગરનું પૌરાણિક નામ સહિતના વિવિધ પાંસાની માહિતી અને વડનગરના જોવાલાયક સ્થળોની પણ માહિતી સારી રીતે વર્ચ્યુઅલ ટેકનોલોજીના સહારે મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply