કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે. ચાવડાએ પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યો
Live TV
-
ગાંધીનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે. ચાવડાએ પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ડો. સી જે ચાવડાએ કલોલ ખાતે એક ચૂંટણી રેલી અને સભાને પણ સંબોધી હતી. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઉપરાંત જિલ્લા તાલુકા પ્રમુખ સાથે અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણીની આગામી 23મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણી માહોલમાં તમામ રાજકિય પક્ષો જીતના વિશ્વાસે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે. ચાવડાએ પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ડો. સી જે ચાવડાએ કલોલ ખાતે એક ચૂંટણી રેલી અને સભાને પણ સંબોધી હતી. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ઉપરાંત જિલ્લા તાલુકા પ્રમુખ સાથે અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. સી જે ચાવડા એ બીજેપી પર પ્રહારો કર્યા હતા. અને પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..
