Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસની CWC બેઠક, અડાલજ ખાતેથી કોંગ્રેસે કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ 

Live TV

X
  • 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ હતી. કોંગ્રેસે આ બેઠક સાથે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બેઠકમાં પ્રચારની રણનીતિ ઘડવામાં આવી હતી. 

    58 વર્ષ બાદ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક ગુજરાતમાં થઇ. જેમાં લોકસભા ચૂંટણીમાં રાજનૈતિક વિરોધીઓને પછાડવા માટે રણનીતિ બનાવવામાં આવી. કાર્યસમિતિમાં અનેક રાજનૈતિક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા. જેમાં મહત્વનો પ્રસ્તાવ એ છે, કે રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોંગ્રેસ કેન્દ્ર સરકાર સાથે ઉભી છે. સાથે એ પણ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો કે ગરીબોને ન્યુનતમ આવકની ગેરંટી આપવામાં આવશે.

    કોંગ્રેસની આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષાથી લઇ ખેડૂત, મહિલા, ગરીબ તમામ વર્ગોને ,ફોકસમાં રાખી મંથન કરવામાં આવ્યું. કોંગ્રેસની આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિઘ, પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓ સામેલ થયા હતા.

    બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ બેઠક વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજની આ બેઠકમાં વર્તમાન સ્થિતિ અને લોકસભાની ચૂંટણી પર ,ચર્ચાઓ થઈ હતી. NDA સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકને સુરક્ષા અને હક મળે, તેવો કોંગ્રેસનો ઉદેશ્ય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply