કોંગ્રેસે કરેલા પ્રહારનો Dy.CM નીતિનભાઈ પટેલે વળતો જવાબ આપ્યો
Live TV
-
બીજી તરફ કોંગ્રેસના પ્રહારોનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, મસૂદ અઝહરને પાકિસ્તાનને સોંપવામાં કોંગ્રેસની સંમતિ સામેલ હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, જેઓ નૈતીકતા અને ગાંધી મૂલ્યોને અનુસરતા નથી તેઓ શિખામણ ના આપે.
આજે અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ અડાલજ ખાતેથી કોંગ્રેસે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. પ્રચાર રેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાજપને નૈતિકતા અને ગાંધી મૂલ્યો અનુસરવા સલાહ આપી હતી, તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકી મસૂદ અઝહરને NDAની સરકારે જ પાકિસ્તાનને સોંપ્યો કહી સરકાર પર પ્રહાર કર્યા હતા.