Skip to main content
Settings Settings for Dark

ગુજરાતઃ જિલ્લા તંત્ર સજ્જ, મતદારોને ચૂંટણીલક્ષી એપથી કર્યાં માહિતગાર 

Live TV

X
  • લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે ,ત્યારે ગોધરા લોકસભા સીટ માટે  ચૂંટણીને લઈને કેવી કામગીરી કરવામાં આવશે તેની માહિતી મહીસાગર જિલ્લા કલેક્ટર આર. ડી. બારડ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. 

    તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ સંવેદનશીલ મતદાન મથકો પર, વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  આ વખતે ચૂંટણી પંચ દ્વારા  સી-વિજીલ નામની નવી એપ્લીકેશન , લોન્ચ કરવામાં આવી છે.  જેમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી શકાશે. 

    મહેસાણા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલના અઘ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી - 2019 અંતર્ગત પત્રકાર પરીષદ યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ 1 હજાર ,864 મતદાન મથકો છે. 

    જેમાં મતદાતાની સુવિધા માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.  આ ઉપરાંત જિલ્લામાં સખી મતદાન મથકો પણ ઉભા કરવામાં આવનાર છે. મતદાતના પાંચ દિવસ પૂર્વે ફોટો સાથેની મતદાર -કાપલી બી.એલ.ઓ મારફતે ઘરે-ઘરે જઇ આપવાની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે.  

    લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ પત્રકારો સાથે વાતચીત કરી જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા , જિલ્લા ચૂંટણી અધિકારી  એન.કે. ડામોરે કહ્યું કે ડાંગ વિધાનસભા વિસ્તારમાં 87 હજાર ત્રણસો ઓગણ્યા એંસી પુરૂષ મતદારો  અને 86 હજાર 667 સ્ત્રી મતદારો છે. સાથે 2 મતદારો થર્ડ જેન્ડરના છે. 

    ડાંગ જિલ્લામાં કુલ 1 લાખ 74 હજાર 67 મતદારો છે, જે તેમના મત્તાધિકારનો ઉપયોગ કરશે. ડાંગ જિલ્લામાં કુલ 335 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તો જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના 311 ગામ પૈકી 48 ગામોમાં સંદેશા વ્યવહાર માટે વાયરલેસ સેટ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply