કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તાપીમાં જનસભાને કરશે સંબોધિત
Live TV
-
બારડોલી લોકસભાની બેઠક માટે આજે તાપી જિલ્લાના બાજીપુરા ગામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં "વિજય વિશ્વાસ સંમેલન" રાખવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહેતા પોતાના ઉમેદવારને જીતાડવાને માટે જોર શોરમાં પ્રચાર પ્રસારની સાથે દરેક રાજકીય પક્ષોની જાહેરસભાઓ યોજાઈ રહી છે, ત્યારે બારડોલી લોકસભાની બેઠક માટે આજે તાપી જિલ્લાના બાજીપુરા ગામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં "વિજય વિશ્વાસ સંમેલન" રાખવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવું પક્ષના નેતાઓ જણાવી રહ્યા છે.
