લલિત વસોયાના પુત્રવધુ ચૂંટણી પ્રચારમાં જોડાયા
Live TV
-
પોરબંદર લોક્સભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચારમાં તેમના પુત્ર વરુણ વસોયા અને લલિત વસોયાની પુત્રવધુ વસંત વસોયા જોડાયા છે
લોક્સભા ચૂંટણીને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધુ છે, આમતો રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે નામાંકિત નેતા અને અભિનેતાઓને પ્રચારમાં બોલાવતા હોય છે. પરંતુ, પોરબંદર લોક્સભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના ચૂંટણી પ્રચારમાં તેમના પુત્ર વરુણ વસોયા અને લલિત વસોયાની પુત્રવધુ વસંત વસોયા જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ભરનો આ પ્રથમ દાખલો હશે કે, સસરાના ચૂંટણી પ્રચારને પુત્રવધૂએ વેગ્વન્તુ બનાવ્યું છે.
