Skip to main content
Settings Settings for Dark

કોઈપણ રાજકીય પક્ષ મતદાનના 48 કલાક સુધી પ્રચાર-પસાર કરી શકશે નહી: રાજ્ય ચૂંટણી અધિકારી

Live TV

X
  • 23 એપ્રિલે યોજાનાર રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ ગઇકાલે સાંજે છ વાગ્યાથી શાંત થઈ ગયા છે. પ્રચાર પડઘમ શાંત થતાંની સાથે કોઈપણ રાજકીય પક્ષ હવે મતદાનના 48 કલાક સુધી પ્રચાર-પસાર કરી શકશે નહી. રાજ્ય ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી.

    23 એપ્રિલે યોજાનાર રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ ગઇકાલે સાંજે છ વાગ્યાથી શાંત થઈ ગયા છે. પ્રચાર પડઘમ શાંત થતાંની સાથે કોઈપણ રાજકીય પક્ષ હવે મતદાનના 48 કલાક સુધી પ્રચાર-પસાર કરી શકશે નહી. રાજ્ય ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી.ચૂંટણી પંચ દ્વારા તમામ રાજકીય પક્ષોને કેટલીક તકેદારી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. અને તમામ હુકમોનો અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે. જેમાં 21 એપ્રિલે સાંજના 6 વાગ્યા પછી જાહેરસભા યોજવા પર પ્રતિબંધ લાદવા હુકમ કરાયો છે. તો પ્રચારનો સમયગાળો પૂર્ણ થયા બાદ મતદારો ન હોય તેવા રાજકીય કાર્યકરો વગેરેને મતવિભાગ છોડવાનો રહેશે. તેમજ છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ સાથે આંતરરાજ્ય બોર્ડરને સીલ કરવા પણ સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે, ગુજરાતમાં 23 એપ્રિલે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્યની 26 બેઠકો પર 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે રાજ્યમાં 4 વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી પણ યોજવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply