Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Live TV

X
  • રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. જેને લઈને રાજ્ય તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ લોકસભા બેઠકની ચૂંટણી તૈયારીઓ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેએ પત્રકારોને માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને વહીવટી તેમજ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. પીસીઆર વાનને ચૂંટણી કામગીરીમાં જોડવામાં આવી છે. આ સાથે સંવેદનશીલ મતદાન મથક પર પેરામેલિટરી ફોર્સ તૈનાત કરાશે.આ સાથે તેમણે જણાવ્યું હતું કે, 1 લાખથી વધુ મતદાર પ્રથમવખત મતદાન કરશે. આ સાથે 19 લાખ 50 હજાર લોકો સુધી વોટર ગાઈડલાઈન પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ઈવીએમમાં જો કોઈ ખામી આવશે તો તે માટે 25 ટકા યુનિટ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ સાથે તમામ મતદાન મથકો પર પાણીની સુવિધા, પેરામેડિકલની ટીમ, વેઈટીંગ રૂમની સાથે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply