કોગ્રેસના પુર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરીથી કોંગ્રેસમાં જોડાયા
Live TV
-
સાવલીના કોગ્રેસના પુર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થીતીમાં તેઓ કોંગ્રેસમા વિધિવત રીતે જોડાયા હતા. 2017 ની વિધાનસભાની ચુંટણી વખતે તેઓ NCP માં જોડાયા હતા. વિધાનસભાની ચુંટણી દરમ્યાન ટિકિટ ન મળતા તેઓ NCP માં જોડાયા હતા. આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખુમાણસીંહ કોંગ્રેસમાં ફરીથી જોડાતા કોંગ્રેસને બળ મળશે. તો ગુજરાત લોકસભાની અન્ય 22 બેઠકો પરના ઉમેદવારોની સુચિ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે જલ્દીજ બાકીના ઉમેદવારોની સુચિ પણ જાહેર કરવામાં આવશે.
