Skip to main content
Settings Settings for Dark

કોડીનારનું માઢવાડ ગામ ઈચ્છે છે પ્રોટેક્શન વૉલ, શિક્ષણમંત્રીએ કરી ગામની મુલાકાત

Live TV

X
  • દર ચોમાસે આ ગામમાં દરિયાનાં પાણી ઘુસી જાય છે. કારણ ગામને પ્રોટેક્શન વોલ નથી

    ગીર સોમનાથનાં કોડીનારનું માઢવાડ બંદર 8 હજારની વસ્તી ધરાવતું ગામ છે. તમામ લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં ખારવા સમાજ અને કોળી સમાજની ભોળી પ્રજા વર્ષોથી વારસાગત વસવાટ કરે છે. દર ચોમાસે આ ગામમાં દરિયાનાં પાણી ઘુસી જાય છે. કારણ ગામને પ્રોટેક્શન વોલ નથી, જેટી નથી કે નથી આ ગામના લોકો પાસે દરિયાથી દૂર જમીન. 1982નાં વાવાઝોડા વખતે આ ગામ આખું ધ્વસ્ત થઈ ગયું હતું. આ વખતનું વાયુ વાવાઝોડું તે વખત કરતા પણ વધુ ખતરનાક હતું.રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદે કામગીરી કરીને આખા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ ગામની મુલાકાતે આવ્યા. પરિસ્થિતિનું અવલોકન કર્યું અને ગામ લોકોની વાસ્તવિકતા જાણ્યા બાદ તેઓની માંગણી સંતોષવાની રાજ્ય સરકાર વતી ખાત્રી આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply