Skip to main content
Settings Settings for Dark

વાયુ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • વાયુ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આજે વેરાવળ પોરબંદર મહુવા દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવનો સાથે ગાજવીજ વરસાદ થવાની સંભાવના

    વાયુ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વેરાવળ, પોરબંદર, મહુવા, દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવનો સાથે ગાજવીજ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે આજે દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. જેથી સૌરાષ્ટ્રના માછીમારો અને નાગરિકોને દરિયાની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં 120થી 140 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15 જૂનથી વાતાવરણ નોર્મલ જોવા મળશે.એટલે કે વાવાઝોડાના ખતરાથી ગુજરાત સંપૂર્ણ મુક્ત તો થઈ ગયુ છે પણ વાવાઝોડાની આંશિક અસર દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે.

    રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે પરંતુ થોડા કલાકો સુધી તેની અસર રાજ્યમાં જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ જનજીવન પણ થાળે પડવાના અણસાર વર્તાઈ રહ્યાં છે. આજે સવારે સાડા નવ કલાક સુધીમાં રાજ્યભરના 114 તાલુકાઓમાં સાડા છ ઈંચ જેટલો હળવો વરસાદ પડી ગયો. ગીરસોમનાથના તાલાળામાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૂત્રાપાડામાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો. આ તમામ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં વાયુ વાવાઝોડા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 10 જિલ્લામાં મોકલવામાં આવેલા અધિકારીઓની પાસેથી વિગતવાર માહિતી મેવવામાં આવી હતી. જેમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવેલા અધિકારીઓને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ જેતે વિસ્તારના લોકોને રાહત શિબિરમાંથી પરત મોકલવાની પણ જાહેર કરી છે. કુદરતી હોનારતના અણસાર આવતાં જ રાહત કામગીરીમાં જોતરાયેલા વહીવટી તંત્ર સેવાભાવી સંસ્થા તેમજ મીડિયા હવામાન વિભાગ અને કેન્દ્ર સરકારનો આભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પુખ્ત અસરગ્રસ્તોને ત્રણ દિવસ સુધી રુપિયા 60 અને બાળકોને રુપિયા 45 કેશડોલ ચૂકવવાની પણ સરકારે જાહેરાત કરી છે.

    જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ઝરમર વરસાદ વરસ્યો હતો. જામનગરમાં આજે સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગરમાં વાવાઝોડાની કોઈ ખાસ અસર જોવા ન મળી. ટુંક સમયમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને પરત મોકલાશે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જામનગરમાં પવનની ગતિ પણ સામાન્ય રહી હતી. વાવાઝોડા દરમિયાન બે દિવસ વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી જોવા મળી. સદનસીબે જામનગરમાં કોઇ જાતના જાનમાલની નુકસાની નથી થઈ.

    વાયુ વાવાઝોડાની પોરબંદરના દરીયાકાંઠે પણ અસર વર્તાઈ. પોરબંદરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જોકે વાયુ વાવાઝોડું ફંટાતા દરિયાકાંઠા વિસ્તારના લોકો અને માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply