વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો, પણ આજે હજુ 10 જિલ્લામાં તંત્ર સ્ટેન્ડ ટુની સ્થિતિમાં - CM
Live TV
-
સ્વયંસેવી અને ધામિર્ક સંસ્થાઓ તેમજ લોકોના સાથ અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો
વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે. વાયુએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , સ્ટેટ ઈમરજન્સી કન્ટ્રોલ એન્ડ ઓપરેશન સેન્ટર ખાતે , પત્રકાર પરિષદને સંબોધતા , કહ્યું હતું કે, વાયુ વાવાઝોડાએ પોતાનો રસ્તો બદલી દીધો છે અને ઓમાન તરફ ફંટાઈ ગયું છે, પરંતુ તંત્ર હજુ પણ એલર્ટ પર છે. 10 જિલ્લાની તમામ શાળાઓ આજે પણ બંધ રહેશે. મુખ્યમંત્રીએ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપરાંત , સ્વયંસેવી , અને ધામિર્ક સંસ્થાઓ , તેમજ લોકોના સાથ અને સહયોગ બદલ , આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું , કે આપણે સૌએ સાથે મળીને , આ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે , અને હેમખેમ રીતે , એક મોટી વિપત્તિમાંથી બહાર આવ્યાં છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું , કે વાયુ વાવાઝોડું ફંટાયું છે, પણ વાવાઝોડાની અસર , આગામી 24 કલાક સુધી ચાલુ રહેશે. જેના પગલે આગામી 24 કલાક સુધી , તંત્ર એલર્ટ રહેશે. ત્યારબાદ પુનઃ સમિક્ષા કરી , નિર્ણય લેવાશે.
રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઈને , ગુજરાતના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ , પંકજ કુમારે , એક પત્રકાર પરિષદ સંબોધી હતી , અને આ અંગે વધારે જાણકારી આપતાં જણાવ્યું હતું , કે વાયુ વાવાઝોડાને પગલે , દરિયા કાંઠાના 500થી વધારે ગામોમાંથી , લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 2 લાખ 15 હજારથી વધારે લોકોને , સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે , તેમજ 2 હજારથી વધારે આશ્રય સ્થળો પર , લોકોને આશરો આપવામાં આવ્યો છે, તો કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે , ભારત સરકાર તરફથી પણ , સંપૂર્ણ સહાય મળી રહી હોવાનું પંકજ કુમારે જણાવ્યું હતું
