કોરોનાને કારણે અમદાવાદમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રા પર હાઈકોર્ટે લગાવી રોક
Live TV
-
કોરોના મહામારીની ગંભીરતાને જોતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી 23મી જૂન, અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 143મી ઐતિહાસિક રથયાત્રા પર રોક લગાવવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થઇ હતી. જેને પગલે લોકહિતને ધ્યાનમાં રાખીને આ વર્ષે શહેરમાં રથયાત્રાનું આયોજન મોકુફ રાખવામાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો
