રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, મેઘપર ટીંટોડી ગામે 4 ઈંચ વરસાદ
Live TV
-
આ ઉપરાંત દ્વારકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મેઘપર ટીંટોડી ગામે જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં ચાર ઇંચ વરસાદ તૂટી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ખાંભામાં સતત અને ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ મળી રહ્યાં છે. જ્યારે ભરૂચમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું જોકે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.
આ ઉપરાંત કચ્છના માંડવીમાં પણ વરસાદ તૂટી પડ્યો હતો જેથી અહીં પાણી પાણી થઇ ગયું છે. પોરબંદર પર પણ મેઘરાજા મહેરબાન થઇ ગયાં હતાં. આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.
