Skip to main content
Settings Settings for Dark

9 કરોડ 80 લાખના ખર્ચે આકાર પામેલા બસ મથકોનું CM રૂપાણીએ કર્યું ઇ-લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં રૂ. 9 કરોડ 80 લાખના ખર્ચે નવા બનેલા 4 બસ મથકોનું ઇ-લોકાર્પણ, તેમજ રૂ. 28 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થયેલી 5 R.T.O કચેરીઓનું લોકાર્પણ, ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું.

    તેમણે આ અવસરે કહ્યું કે કોરોના સંક્રમણ સામે પૂરતી તકેદારી સાથે આપણે હવે જીવન વ્યવહાર , રાબેતા મુજબ થાય તે દિશામાં વિકાસની રફતાર વેગવંતી બનાવી છે. કોરોનામાં physical નહિ digital લોકાર્પણ કર્યા છે, અને કોરોના સંક્રમણ છતાં ગુજરાતની વિકાસ યાત્રા રોકાશે નહિ, કે ઝૂકશે પણ નહિ , તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

    વાહન વ્યવહાર મંત્રીશ્રી આર. સી. ફળદુ તેમજ રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ આ લોકાર્પણ સંપન્ન કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજ્યના લોકોની સેવામાં દિવસ રાત સતત સેવારત છે , અને કુદરતી વિપદા પુર , વાવાઝોડા કે કોરોના જેવી મહામારી માં પણ, પ્રજાજનોની સેવામાં ખડેપગે રહ્યું છે, તેની સરાહના કરી હતી.

    મુખ્યમંત્રીએ રાજ્ય માં જનતા જનાર્દનની સેવામાં પર્યાવરણ પ્રિય એવી વધુ નવિન ઇ-બસો મૂકવાની નેમ પણ વ્યક્ત કરી હતી. લોકાર્પણ થયેલા બસ મથકોમાં ગાંધીનગર ના, માણસા બનાસકાંઠા ના લાખણી છોટાઉદેપુર ના સંખેડા , અને તાપી જિલ્લાના કુકર મુંડાના બસ મથકો તેમજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર, અને આણંદ ની RTO કચેરીઓ અને ARTO કચેરીઓ નો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply