કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે SVP હોસ્પિટલ
Live TV
-
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટી રહ્યાં છે સંક્રમણના કેસ. કોવિડ-19ની સારવાર કરવામાં અમદાવાદ સ્થિત SVP હોસ્પિટલનું મહત્વનું યોગદાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત SVP હોસ્પિટલ, અત્યાધુનિક સુવિધાઓ સાથે કોરોનાના દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. હોસ્પિટલના વિશેષજ્ઞ ડૉક્ટર અને પ્રશિક્ષિત પેરામેડીકલ સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવારમાં સતત ખડેપગે સેવા આપી રહ્યા છે. દર્દીઓ સારવારથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાઓ નિઃશુલ્ક રીતે આપી રહી છે.
