છોટા ઉદેપુરઃ અંતરિયાળ-ડુંગરાળ ગામના એક માત્ર મકાન સુધી પહોંચી વીજળી
Live TV
-
રાજ્ય સરકારનું ઘરે ધરે વીજળી પહોંચાડવાનું મિશન. છોટા ઉદેપુર જિલ્લા અંતરયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા એક માત્ર મકાન સુધી પહોંચી વીજળી. પાયાની સુવિદ્યા સાથે ઘરમાં રોશની થતા પરિવારમાં આનંદ
છેવાડાના માનવીની ચિંતા કરતી રાજ્ય સરકારનું ઘરે ઘરે વીજળી પહોંચાડવાના મિશનનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ ગામ એવાં બોરચાપડામાં જોવા મળ્યું છે. ડુંગરોની હારમાળા વચ્ચે વસેલા આ સુંદર ગામમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.
ગામની સીમમાં આવેલા એક ખૂબ જ ઉંચા ડુંગર ઉપર દિનેશભાઈ રાઠવાનું એક માત્ર ઘર આવેલું છે. દૂરથી જોતા આ ઘર સુધી પહોંચવું જાણે કે અશક્ય હોય તેમ લાગે છે. પરંતુ છેવાડાના આ ઘર સુધી પણ સંવેદનશીલ ગુજરાત સરકારે વીજળી પહોંચાડી છે. દિનેશભાઇના પરિવારને પાયાની સુવિધા એવી વીજળી મળતાં આદિવાસી ગરીબ પરિવારનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. છેવાડાના માનવીના ઘરને રોશન કરતી સરકારની નીતિથી આ પરિવાર ખૂબ જ ખુશ છે.
