કોરોના મહામારીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મોટી રાહત
Live TV
-
કોરોના મહામારીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. ચાલુ વર્ષે મેડિકલ કોલેજની ફીમાં વધારો નહીં કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાત મેડિકલ કોલેજોમાં હવે એક વર્ષ સુધી ફીમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. મહત્વનું છે કે રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ 1600 બેઠકો છે. જેમાંથી 75 ટકા બેઠકો રાજ્ય સરકાર હસ્તકની છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષ સુધી વધુ ફી લેવામાં નહીં આવે.
