પેટાચૂંટણી: આજથી આ આઠ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા લાગુ
Live TV
-
રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ આઠ બેઠકો માટે યોજાનાર પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, આજથી આ આઠ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. પેટાચૂંટણી માટે ઉમેદવારો આજથી લઈને 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. જોકે શનિવારે અને રવિવારે જાહેર રજાના દિવસે ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. 19 તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. રાજ્યમાં ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાશે. તો કોવિડને ધ્યાનમાં રાખીને એક મતદાન કેન્દ્ર પર એક હજાર મતદાતાઓ જ મતદાન કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત કોવિડને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગના અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. રાજ્યમાં કુલ 3024 મતદાન મથકો પર મતદાન થશે. પ્રચાર પ્રસાર માટે વાહનો માટે પણ નિયમો બનાવાયા છે. જેમાં રોડ શોમાં પાંચ વ્હિકલ રહેશે તો ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર પાંચ વ્યક્તિઓ જ રહેશે.
